


આજે ગુજરાત વિધાનસભા ખાતે નાણાકીય વર્ષ 2023-24 માટેના રાજ્ય સરકારના અંદાજપત્રની ‘બજેટ પોથી’ દર્શાવે છે ‘વારલી પેઇન્ટિંગ’ સાથેના ‘ખાટલી ભરત’ થી ગુંથાયેલ અમૃતકાળમાંઅગ્રેસર ગુજરાત ની પ્રગતિનો માર્ગ
જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ…
લક્ષ્ય અંત્યોદય
પ્રણ અંત્યોદય
પથ અંત્યોદય
ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ
ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું.
સ્વસ્થ ગુજરાત માટે પ્રતિબદ્ધ ભાજપ સરકાર
👉🏻 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. ૩૫૧૪ કરોડની જોગવાઈ..
ગરીબો માટે અન્ન સુરક્ષાનો ભરોસો ગુજરાત સરકાર
- 71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 42%ની વૃદ્વિ સાથે ₹617 કરોડની જોગવાઇ
- 39 લાખ કુટુંબોને વાર્ષિક બે રાંધણગેસના નિઃશુલ્ક રિફિલિંગ માટે ₹500 કરોડની જોગવાઇ
અમૃતકાળમાં ગુજરાતનું સ્વાસ્થ્ય ક્ષેત્ર બનશે વધુ સુદૃઢ
👉🏻 અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં સ્થાપવામાં આવશે નવી મેડિકલ કોલેજ
👉🏻 નર્સોની ઉપલબ્ધિ વધારવા સ્થપાશે 5 નવી નર્સિંગ કોલેજ
વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક ૨૦૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે..
“રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે
₹ 568 કરોડનું વિશાળ બજેટ”
આ વિકાસલક્ષી બજેટ થકી 500 નવી શાળાઓમાં ઈન સ્કૂલ યોજનાનો લાભ પ્રદાન કરવામાં આવશે, તેમજ સ્પોર્ટ્સ સંકુલો અને યુનિવર્સિટીમાં ઉત્તમ અને સુદ્રઢ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
ઉત્તમ માર્ગથી સર્વોત્તમ વિકાસ
આગામી ત્રણ વર્ષમાં સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડવા
‘પરિક્રમા પથ’ની જાહેરાત
સામાજિક સમરસતાને સુદ્રઢ બનાવવાની નેમ સાથે રાજ્યમાં અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ તેમજ સામાજિક; શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે પાયાની સુવિધાઓ સહિત તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા પર સરકારે આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર રાજ્યના દરેક વર્ગના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે. આ બજેટ થકી અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની માન. પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે.
ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ ગાંધીનગર