જો તમે પણ બીજા કરતા અલગ વિચારતા હોવ અને ક્રિએટિવ ફિલ્ડમાં તમારી કારકિર્દીને નવી અને ઊંચી ઉડાન આપવા માંગતા હો, તો તમે ફેશન કોરિયોગ્રાફીમાં વિચાર કરી શકો છો. ફેશન કોરિયોગ્રાફર્સ ટ્રેન્ડ મુજબ ફેશન શોમાં ડિઝાઇનર્સ અને સ્ટાઇલિશના પ્રોડક્ટ્સને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં મદદ કરે છે. ફેશન શોનો ટ્રેન્ડ વિદેશથી આવ્યો છે. અગાઉના વેસ્ટર્ન કલ્ચર મુજબ જ્યારે મોડલ્સ રેમ્પ વોક કરતી ત્યારે તેમાં પશ્ચિમી વિચારોની ઝલક જોવા મળતી. હવે બદલાતા સમય સાથે ભારતમાં તેનો વ્યાપ વધ્યો છે, તો હવે રેમ્પ વોકમાં ભારતીય સંસ્કૃતિ પણ જોવા મળે છે.