

સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્દુઃખ ભાગ્ભવેત્ ‖
નમસ્કાર ન્યુઝ
ગાંધીનગર
સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્દુઃખ ભાગ્ભવેત્ ‖
આજે ભાજપા કાર્યાલય કમલમ ખાતે યોજાયો ‘સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન
આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માન. પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ના માર્ગદર્શન હેઠળ ” સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન” અંતર્ગત સ્વાસ્થ્ય સ્વયંસેવકોની પ્રદેશ બેઠક યોજાઈ હતી
આ બેઠકમાં નરોડા વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રીમતી ડો. પાયલબેન કુકરાનીજી પણ ઉપસ્થિત રહ્યા હતા..
મેડિકલ જગતના અનુભવનો લાભ લોકોને મળી શકે , તેમજ લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ એવા ધારાસભ્ય શ્રી ડો.પાયલબેન કુકરાનીજી જનસેવામાં સદા સક્રિય રહેતા જોવા મળે છે .ડોકટર સેલ દ્વારા CPR ની ખુબ જ વિસ્તૃતમાં માહિતી અપાઈ હતી , આવી મહ્ત્વપૂર્ણ માહિતી આગળ જતા લોકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ