Share This News

રવિવારે પણ જનસેવામાં સક્રિય ધારાસભ્યશ્રી કૌશિકભાઈ જૈન

નમસ્કાર ન્યુઝ
અમદાવાદ

2022 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 182 માંથી 156 સીટ પર વિજયી બની છે , આ 156 માંથી પુરા ગુજરાતની નજર જે સીટ પર મંડાયેલી હતી એ સીટ એટલે અમદાવાદ વિધાનસભાની દરિયાપુર સીટ , આ દરિયાપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી તરફથી કૌશિકભાઈ સુખલાલભાઈ જૈન 5485 મતોથી વિજયી બન્યા છે,

  કૌશિકભાઈ જૈન એટલે કર્ણાવતી મહાનગરમાં એક એવો ચેહરો જે 24×7 જનતા સાથે જમીનથી જોડાયેલો હોય , કૌશિકભાઈ જૈન વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ પર સેવા આપેલી છે હવે એ અનુભવનો લાભ દરિયાપુરની જનતાને મળી રહ્યો છે 

આજે રવિવારનો દિવસ છે , રવિવાર એટલે મુખ્યત્વે આરામનો દિવસ , રવિવારે લોકો પરિવાર સાથે વિતાવતા હોય છે પણ દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન દરિયાપુરની જનતાને પોતાનો પરિવાર માને છે એટલે જ આજે દરિયાપુર વિધાનસભા ના દરિયાપુર વોર્ડ ખાતે અલગ અલગ વિસ્તારમાં જન લોકસંપર્ક રાઉન્ડ યોજ્યો હતો..આ લોકસંપર્ક રાઉન્ડ અંતર્ગત નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા , તે પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટેના યોગ્ય પગલા લેવાનું વચન પણ ધારાસભ્યશ્રી દ્વારા લોકોને આપવામાં આવ્યું હતું.વિસ્તારમાં વિકાસ લક્ષી કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી.
ભંડેરી પોળમા આવકના દાખલા – વિધવા સહાય – વૃધ્ધા પેન્શન માટે ના ફોર્મ ભરીને આપવાનો કેમ્પ કરવામા આવ્યો હતો…

આવા વિવિધ કાર્યો વચ્ચે ધારાસભ્યશ્રી કૌશિકભાઈ જૈન દ્વારા રવિવારના દિવસે જનતાના કાર્યોમાં સક્રિય રહ્યા હતા એટલે જ કહ્યું ધારાસભ્ય હોય તો આવા…

ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed