
નમસ્કાર ન્યુઝ ખારોઇ કચ્છ
ભચાઉ તાલુકા ના ખારોઈ ગામ ની પાવન ભૂમિ પર શ્રી ખારોઈ યુવક મંડળ મુંબઈ તથા ખારોઈ ગ્રામ જનો દ્વારા આયોજિત શ્રી સેજાભંડાર દાદા ના ૩૬ મા ભાતીગળ મેળા પ્રસંગે ગૌ સેવા ના લાભાર્થે આયોજિત રાત્રિ ડાયરો અને સંતવાણી પ્રસંગે રાપર વિધાનસભા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા..

કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી જનકભાઈ જાડેજા , પૂર્વ રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર તેમજ જિલ્લા ભાજપ , તાલુકા ભાજપ તથા રાજકીય , સામાજિક તેમજ સહકારી ક્ષેત્રોના લોકો ઉપસ્થિત રહ્યા હતા..ગ્રામજનો તેમજ આયોજકોના વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો…
કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ કચ્છ