Share This News

નાનકડી દીકરી પંથીની મદદે આવ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેશેરીયા

નમસ્કાર ન્યુઝ

સમાજ તથા રાજ્યનો લીડર કેવો સંવેદનશીલ હોવો જોઈએ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હમણાં જોવા મળ્યું.. ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેશેરીયા દ્વારા નાનકડી દીકરી પંથીને સારવાર અપાવવામાં મદદરૂપ થયા..

પાસોદરામાં રહેતા શ્રી મનીષભાઈ પોસીયાની ૨ વર્ષની દીકરી પંથીને જન્મથી કોકલિયર ઇમ્પલાન્ટ (જન્મથી બહેરાશ અને બોલી ન શકે) હોવાથી જેની જાણ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી Praful Pansheriya સાહેબને થતાં તેમના પરીવાર સાથે સંપર્ક કરી ઝડપથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાવી માં જંગદંબા સ્વરૂપ દીકરી પંથીની રૂબરૂ જઈને મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા તેમજ હોસ્પિટલમાં સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું.

આ ઓપરેશનનો ખર્ચ ૧૦ થી ૧૨ લાખ હોવાથી અને સુરતમાં શક્ય ન હોવાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબએ ગાંધીનગર ખાતે સરકારી યોજનામાં તમામ વ્યવસ્થા કરી સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું.

વહાલી દીકરી પંથીના કાનનું ઓપરેશન સરકારી યોજના હેઠળ સંપૂર્ણ પણે વિનામૂલ્યે થવા બદલ ગુજરાત રાજ્યકક્ષાના માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર પરિવારે વ્યક્ત કર્યો હતો. આ કાર્યના કારણે એક ઘરમાં બાળકીનો કલરવ ગુંજી ઉઠશે.

માં જગદંબા સ્વરૂપ દીકરી પંથી જડપથી બોલવા લાગે અને સાંભળતી થઈ જાય તેવી પ્રાર્થના માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી..

ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed