Share This News

નમસ્કાર ન્યુઝ
ગાંધીનગર

કહેવાય છે કે ‘કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી , અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી કહે છે કે ‘ક કચ્છનો , ખ ખમીરનો , આવા જન્મભૂમિ કચ્છ અને કર્મભૂમિ ગાંધીનગરને બનાવીને એક સંઘર્ષમય સફર થી સફળતાના સોપાનો સર કરતી ગ્રુપ કંપની રંગાની ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ (RGI ) ના વિચારોની સ્થાપના આજથી 10 વર્ષ પહેલાં નોકરી કરીને પોતાના સપનાઓને સાકાર કરવા નીકળી પડેલા યુવાન શ્રી સુરેશભાઈ પટેલ (સારંગ) જી એ કરેલી ..

 
મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં થી આવતા યુવા સુરેશભાઈ પટેલ (સારંગભાઈ) કર્મયોગી છે , વિવિધ સામાજિક આગેવાનો સાથે એમનો ઘરોબો અનેરો છે , રાજકીય હસ્તીઓ સાથેના એમના સંબંધો પારિવારિક છે , નાનપણથી જ સુસંસ્કારોને વરેલા સુરેશભાઈ (સારંગ ભાઈ ) સદાય રાષ્ટ્રસેવામાં અગ્રેસર હોય છે , ઘણા વર્ષોથી પરિવારમાં કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે સુરેશભાઈ જરૂરિયાતમંદ લોકો વચ્ચે ઉપસ્થિત રહીને શુભ પ્રસંગોની ઉજવણી કરે છે તેમજ ઉત્સાહી વિવિધ વિષયોમાં રસ ધરાવતા યુવાઓને હરહંમેશ મદદ કરવામાં સદાય તતપર હોય છે , એમના વ્યક્તિત્વથી ઘણા યુવાનોને પ્રેરણા તેમજ માર્ગદર્શન મળતું હોય છે

અત્યારે રંગાની ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ (RGI) ફર્નિચર , ડૉર્સ રિટેલ આઉટલેટ , પીવીસી પ્રોડક્ટ્સ , ફાર્મા , ગારમેન્ટ્સ , પ્લાયવુડ જેવા વિવિધ ઉદ્યોગોમાં કંપની કાર્યરત છે , રંગાની ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મુખ્યાલય એટલે કે કોર્પોરેટ ઓફીસનું આજે લોકપર્ણ થયું..

સુરેશભાઈ પટેલ (સારંગભાઈ )જી ના
કઠોર પરિશ્રમ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે રંગાની ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશ સિવાય મિડલ ઈસ્ટ દેશોમાં પ્રવેશી ચૂક્યું છે , નજીકના ભવિષ્યમાં ગલ્ફ દેશોમાં , યુરોપિયન દેશોમાં કંપનીના કાર્યને આગળ વધારવું છે , ભારતમાં બનતા પ્રોડક્ટને વિશ્વ કક્ષાએ પહોંચાડીને આત્મનિર્ભર ભારતના મિશનને સફળ બનાવવા માટેના પ્રોજેકટ પર કાર્ય કરી છે , મૂળ વતન કચ્છમાં પણ નજીકના ભવિષ્યમાં એક પ્લાન્ટ શુરું કરવાનું કાર્ય વિચારણા હેઠળ છે .. એવું લાગી રહ્યું છે કે ભવિષ્યના યુવા ભારતના એક ઉગતા સિતારા તરીકે આપણે સુરેશભાઈ પટેલ ( સારંગભાઈ ) જોવા મળી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed