અમદાવાદમાં આજથી આ નવો નિયમ!
હવેથી પાનના ગલ્લાઓ મસાલો બાંધવા વપરાતી પ્લાસ્ટિકની પન્ની અને ચાની કીટલી ઉપર વપરાતા ડિસ્પોઝલ ગ્લાસ નહીં વાપરી શકાય. 20 તારીખ સુધી તમામ ગલ્લાવાળાઓને અને ચાની કીટલીના વિક્રેતાઓને પ્લાસ્ટિકનો કપ ન વાપરવા સમજાવવામાં આવશે.
જો તેઓ નહિ સમજે તો ચાની કીટલી અને દુકાનોને સીલ મારવાની કામગીરી થશે.